ચાલતી પટ્ટી

"Krishna Computer - લોઢવા આ બ્લોગમાં આપને અમે આવકારીએ છીએ,મુલાકાત બદલ આભાર." Education News Mate Blog Mate Visit on my Blog and whatsaap Group 7600397839 Send A sms Join Krishna online....

October 19, 2019

Best Line In gujrati...

ગુજરાતી સાહિત્યની રચનાઓ વાંચવી ગમશે,
બે કે ત્રણ લીટી ઘણું કહી જાય છે…

➻ સ્વપ્ન એટલે…
તારા વગર,
તને મળવું …

➻"એક નફરત છે,"
જે લોકો
"એક પળમાં સમજી" જાય છે,
અને
"એક પ્રેમ છે,"
જેને "સમજવામાં વર્ષો"
નીકળી જાય છે.

➻ક્યાંક તડકો દેખાય તો કહેજોને...
રૂ જેવી હલકી અને ભીંજાઇ ગયેલી
ગેરસમજોને સૂકવવી છે...

➻સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો...
સામેવાળા નાપાસ થશે તો તમે જ દુઃખી થશો.  

➻ શિયાળો એટલે
સતત કોઇની "હુંફ" ઇચ્છતી
એક પાગલ ઋતુ !

➻મળીએ ત્યારે,
આંખમાં હરખ
અને
અલગ પડતી વેળાએ  
આંખમાં થોડી ઝાકળ..

➻અમુક રાતે
તમને ઊંઘ નથી આવતી
અને
અમુક રાતે
તમે સુવા નથી માંગતા.
વેદના અને આનંદ વચ્ચે
આ ફેર છે.

➻ક્યાંક અઢળક પણ ઓછું પડે,
અને
ક્યાંક એક સ્મિત અઢળક થઈ પડે....

➻સાંભળ્યું છે કે પ્લે સ્ટોરમાં બધું જ મળે છે...
ચાલો, વિખરાયેલા સંબંધો સર્ચ કરીએ...

➻ પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,
એકને હૃદય જોઈએ
તો બીજાને ધબકારા..

➻ મેડીક્લેઈમ તો આખા શરીરનો હતો,
પણ ખાલી દિલ તુટ્યું હતું
એટલે ક્લેઈમ પાસ ન થયો ..!

➻ ગરમ ચા જેવા મગજને ઠંડું કરવાનો ઉપાય  ?
પ્રેમની પહોળી રકાબીમાં એને રેડી દેવો.