ચાલતી પટ્ટી

"Krishna Computer - લોઢવા આ બ્લોગમાં આપને અમે આવકારીએ છીએ,મુલાકાત બદલ આભાર." Education News Mate Blog Mate Visit on my Blog and whatsaap Group 7600397839 Send A sms Join Krishna online....

October 1, 2015

આજે સ્વાતંત્ર સેનાની એની બેસન્ટની 168મી જન્મ જયંતી


- સર્ચ એન્જીન ગૂગલે વિશેષ ડૂડલ બનાવી આપી શ્રદ્ધાંજલી
- એની બેસન્ટની જન્મ જયંતી પર જાણો કેટલીક અજાણી વાતો
 તા. 1 ઓક્ટોબર 2015
                            વિદેશી હોવા છતા ભારતીય સ્વતંત્રા સંગ્રામમાં અગત્યની ભૂમિકા ભજવનારી બ્રિટિશ સમાજવાદી, મહિલા  અધિકાર કાર્યકર્તા  અને લેખક એની બેસન્ટની 168મી જન્મ જંયતી પર સર્ચ એન્જીન ગૂગલે એનિમેટેડ ડૂડલ બનાવી તેમને યાદ કર્યા છે. આ  પ્રસંગેને ખાસ  બનાવવા માટે  ડૂડલર  લીડિયા નિકોલસે  આ ડૂડલ બનાવ્યું છે. ગૂગલના હોમપેજ પર કંપનીનો લોગોની જગ્યા પર લાગાવવામાં આવેલી આ તસવીરનું બેકગ્રાઉન્ડ વાદળી કલરનું છે. જેના પર માટી કલરના અક્ષરે ગૂગલ લખેલું છે. વચ્ચે એની બેસન્ટને ખુરશી પર બેઠેલા બતાવવામાં આવ્યા છે. તેમના હાથમાં 'ન્યૂ ઇન્ડિયા દૈનિક'ની એક આવૃત્તિ છે.ભારતને જ પોતાની કર્મભૂમિ બનાવી દેનાર સેવાભાવી અંગ્રેજ મહિલા શ્રીમતી એની બેસન્ટનો જન્મ લંડનમાં 1 ઓક્ટોબર, 1847માં 'વુડ' પરિવારમાં થયો હતો. એની બેસન્ટ ઉપર તેમનાં માતા-પિતાના ધાર્મિક વિચારોનો પ્રભાવ રહ્યો હતો. તેમના પિતા વ્યવસાયે કુશળ તબીબ હતા. એની બેસન્ટ પાંચ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા મૃત્યુ પામ્યા હતા. કિશોરાવસ્થામાં તેમણે ફ્રાંસ અને જર્મનીની યાત્રા કરી અને ત્યાંની ભાષા શીખ્યાં હતાં.એની બેસન્ટ 1883માં સમાજવાદી વિચારધારા પ્રતિ આર્કિષત થયાં હતાં અને લંડનમાં મજદૂરોના પક્ષમાં સોશિયાલિસ્ટ ડિફેન્સ સંગઠન નામની સંસ્થા બનાવી હતી. દરમિયાન તેઓ 16 નવેમ્બર,1893માં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા ભારતમાં આવ્યાં હતાં. તેમણે કાશી (બનારસ)માં 7 જુલાઈ, 1898ના રોજ સેન્ટ્રલ હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી. ત્યાર બાદથી બેસન્ટ ભારતીય રાજનીતિનો હિસ્સો બની ગયા.પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન વર્ષ 1914માં તેમણે સાપ્તાહિક સમાચાર પત્ર'કોમનવિલ'ની સ્થાપના કરી. આ વર્ષે જ 'મદ્રા સ્ટાન્ડર્ડ'ને ખરીદીને તેને 'ન્યૂ ઇન્ડિયા' નામ આપ્યું. આ સમાચાર પત્ર થકી તેમણે ભારતની આઝાદી માટે તૂફાની પ્રચાર કર્યો.કૉંગ્રેસના ઉદ્દામ અને વિનીત દળો વચ્ચેનો મતભેદ નિવારવા તેમણે ‘હોમરૂલ’ નો મંત્ર ભારતીય જનતાને આપ્યો. મદ્રાસના ગવર્નરે અંગ્રેજ શાસન વિરોધી પ્રવૃતિઓ સામે ચેતવણી આપી, પરંતુ તેમના પર કોઇ અસર થઇ નહીં, તેથી અંગ્રેજ સરકારે 1917માં તેમને નજરકેદ કર્યાં. ત્રણ માસ પછી તેઓ છૂટી ગયાં ત્યારે પ્રચંડ બહુમતિથી તેમને કલકત્તા કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યાં.તેમણે સામાજિક દૂષણો જેવાં કે બાળવિવાહ, જાતીય વ્યવસ્થા, વગેરે નાબૂદ કરવા માટે 'બ્રધર્સ ઓફ ર્સિવસ' નામની સંસ્થા બનાવી હતી. આ સંસ્થામાં સભ્યપદ મેળવવા માટે પ્રતિજ્ઞાપત્ર પર હસ્તાક્ષર કરવા પડતા હતા. જેમાં હું જાત પાત આધારિત છુઆછૂત નહીં કરું, હું મારા પુત્ર કે પુત્રીના લગ્ન
નાની ઉંમરમાં નહીં કરું, હું પત્ની, પુત્રી અને કુટુંબની અન્ય સ્ત્રીઓને શિક્ષણ અપાવીશ. જેવા નિયમો પર હસ્તાક્ષર કરવાના રહેતા હતા.એની બેસન્ટને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. બ્રિટિશ સમાચારપત્રોએ તેમને 'પૂર્વનો તારો' તરીકે બિરદાવ્યાં હતાં. તેઓ હંમેશાં કહ્યાં કરતાં હતાં કે, 'ઈશ્વરને મારી પ્રાર્થના છે કે હવે મારો જન્મ હિન્દુ પરિવારમાં જ થાય.'20 સપ્ટેમ્બર 1933ના રોજ એની બેસન્ટનું 86 વર્ષની વયે ચેન્નાઈમાં અડયાર ખાતે નિધન થયું. કર્મવીરતા અને ધર્મવીરતા સેવવામાં તેમનું સંપૂર્ણ જીવન વ્યતીત થયું હતું. જિંદગીનો મોટા ભાગનો સમય આ દેશની સંસ્કૃતિ અને સેવામાં વ્યતીત કરનાર આ સન્નારીને ભાવાંજલિ.